અબડાસાના બળાત્કાર કેસમાં આરોપીની જામીન અરજી નામંજૂર કરતો હૂકુમ કોર્ટે જાહેર કર્યો

Court-1495027562_835x547

copy image

 

લગ્ન કરવાની લાલચ આપી દુષ્કર્મ ગુજારાયાના ચકચારી કેસમાં આરોપીની જામીન અરજી કોર્ટે નામંજૂર કરેલ હતી. અબડાસા ખાતે આવેલ ગામમાં યુવતીને લગ્નની લાલચ આપી આરોપીએ ધાકધમકી કરી વારંવાર બળાત્કાર કરેલ હતો, જે અંગે પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ હતી. આ કેસ સેશન્સ કોર્ટમાં ચાલતાં કોર્ટે બંને પક્ષની દલીલ સાંભળ્યા બાદ ગુનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને આરોપીની જામીન અરજી નામંજૂર કરેલ હતી. આ કેસમાં સરકાર પક્ષે અધિક જિલ્લા સરકારી વકીલ દિનેશ જે. ઠક્કર તથા મૂળ ફરિયાદી વતી વકીલ કે.એમ. પટેલ, દીપક કે. મહેશ્વરી અને કે.એચ. વેકરિયા દ્વારા હાજર દલીલ કરવામાં આવેલ હતી.