રતનપરના વેપારીને ચુનો લગાવનાર 3 શખ્સને ફરિયાદ નોંધાયાના ગણતરીના દિવસોમા જ ઝડપી પાડતી જોરાવરનગર પોલીસ

copy image

 

સુરેન્દ્રનગર ખાતે આવેલ રતનપર વિસ્તાર માં ઇન્દ્રપ્રસ્થ સોસાયટીમાં કરિયાણાની દુકાન ધરાવતા વેપારીને બજારભાવથી ઓછા ભાવે 80 ટન ચોખા આપવાનું કહી વેપારી પાસેથી રૂ.24.60 લાખ લીધા બાદ ગઠીયાઓએ વેપારીને ચોખા આપેલ ન હતા. પરીણામે વેપારીએ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદ નોંધાવવાના ગણતરીના દિવસોમાં જોરાવરનગર પોલીસે તમામ આરોપીઓ તેમજ વેપારીએ આપેલા રૂ.24.60 લાખ નો મુદ્દામાલ રીકવર કરાવેલ હતો.

રતનપરની ઇન્દ્રપ્રસ્થ સોસાયટીમાં દુકાન ધરાવતા વિજયભાઇ રમણિકભાઇ કોશિયાને ઓછા ભાવે ચોખા આપવાનું કહીને વિશ્વાસમાં લઇ છેતરપીંડી કરનાર આરોપીઓ દેવાંગભાઇ પ્રવિણભાઇ દેત્રોજા, ગૌરવભાઇ પ્રકાશભાઇ શાહ, રાજુભાઇ પટેલ અને શર્માજી નામના શખ્સ સામે રૂ.24.60 લાખની છેતરપીંડીની ફરિયાદ નોંધાવેલ હતી. જેથી જોરાવરનગર પોલીસે કચ્છમાં ધામા નાખ્યા બાદ ગૌરવ શાહ અને દેવાંગ દેત્રોજા નામના બે શખ્સોને પકડીને પૂછતાછ કરેલ હતી. પૂછતાછ દરમીયાન પૈસા ગાંધીધામ રહેતા મનહરભા અમરતભા દેવસર નામના વ્યકિત પાસે પૈસા હોવાનુ સામે આવ્યું હતુ. આથી જોરાવરનગર પોલીસે મનહરભા દેવસરને ઝડપી પાડ્યા   હતા. તેમજ તેની પાસેથી રોકડા રૂ.19.11997 રોકડા તથા રૂ.5.48 લાખની કિંમતના સોનાના 3 બીસ્કીટ મળી આવ્યા હતા.