અંજાર ખાતે આવેલ પશુડામાં 10 જુગારપ્રેમીઓને  31 હજાર રોકડ સાથે ઝડપી પાડતી દૂધઈ પોલીસ

copy image

અંજાર ખાતે આવેલ પશુડા ગામમાંથી 10 જુગાર પ્રેમીઓને  દુધઇ પોલીસે રૂ.31 હજાર રોકડ સહિત 1.52 લાખના મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યા હતા. મળેલ માહિતી અનુસાર  

દુધઇ પોલીસ મથકની ટીમ પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન ખાનગી રહે બાતમી મળી હતી કે, પશુડા ગામના શક્તિનગર તળાવ નજીક બાવળની ઝાડી વચ્ચે ગંજી પાનાં વડે રૂપિયાની હાર જીતનો જુગાર રમાઇ રહ્યો છે.

                     મળેલ બાતમીના આધારે ગંજીપાના વડે જુગાર રમતા અરજણભાઇ ભચાભાઇ છાંગા, રામાભાઇ સવાભાઇ ઉંદરીયા, રણછોડભાઇ રાઘાભાઇ વરચંદ, ગોપાલભાઇ રૂપાભાઇ ઉંદરીયા, અરજણભાઇ સામજીભાઇ ઉંદરીયા, જશાભાઇ વિશાભાઇ ઉંદરીયા, રામજીભાઇ જીવાભાઇ ઉંદરીયા, અરજણભાઇ રૂપાભાઇ ઉંદરીયા, સામતભાઇ કરશનભાઇ ઉંદરીયા અને ગોપાલભાઇ ધનજીભાઇ ઉંદરીયાને રૂ.31,430 રોકડ, 10 મોબાઇલ અને એક્ટિવા સહિત કુલ રૂ.1,52,430 ના મુદ્દામાલ સાથે ઝડપી પાડવામાં આવેલ હતા. પોલીસે પકડાયેલા આરોપીઓ સામે ગુનો નોંધી વધુ કાર્યવાહી કરી હતી.