ભુજ તાલુકાનાં કુકમા ગામ ખાતે મોડેલ રોકેટરી વર્કશોપ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું

copy image

ગુજરાત કાઉન્સિલ ઓન સાયન્સ એન્ડ ટેકનોલોજી માન્ય ધી ઇન્ડિયન પ્લેનેટરી સોસાયટી સંચાલિત જિલ્લા લોક વિજ્ઞાન કેન્દ્ર દ્વારા ગત દિવસે ડો. વિક્રમભાઇ સારાભાઇના જન્મદિવસ નિમિત્તે કે.જી. રાઠોડ વિદ્યાલય કુકમા ગામમાં મોડેલ રોકેટરી વર્કશોપ કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ હતું. શાળના વિજ્ઞાન શિક્ષક ઉમેશભાઇ ચૌહાણે અંતરીક્ષ યુગની શરૂઆત અને ડો. વિક્રામભાઇ સારાભાઇ વિશે વિદ્યાર્થીઓને માહિતગાર કરલે હતા. જિલ્લા લોક વિજ્ઞાન કેન્દ્રના પ્રવીણ મહેશ્વરી દ્વારા ગુજકોસ્ટ દ્વારા વર્ષ દરમ્યાન કરવામાં આવતા જુદા જુદા કાર્યક્રમો વિશેની માહિતી આપવામાં આવેલ હતી અને વિદ્યાર્થો માટે “મોડેલ રોકેટ વર્કશોપ” યોજવામાં આવેલ હતો. જેમાં મોડેલ રોકેટ બનાવતા શીખાડવામાં આવેલ હતા અને સ્પેસ સાયન્સ વિશેની જાણકારી તેમજ રોકેટરી સાયન્સ વિષે સમજાવવામાં આવેલ હતું. કાર્યક્રમના અંતમાં વિદ્યાર્થોઓએ જાતે તૈયાર કરેલ મોડેલ રોકેટને લોન્ચ કર્યા હતા જેનાથી વિદ્યાર્થીઓ રોમાંચિત થઇ ઉઠ્યા હતા. કાર્યક્રમમાં શાળાના પ્રમુખ અનીલ ચૌહાણ, આચાર્ય અતુલભાઈ કાલાવાડિયા વગેરે ઉપસ્થિત રહ્યા હતા અને આવા કાર્યક્રમો જિલ્લા લોક વિજ્ઞાન કેન્દ્ર દ્વારા ગોઠવવામાં આવે તેવી આશા વ્યક્ત કરેલ હતી.