નખત્રાણા ખાતે આવેલ ચાવડકાની સીમની વાડીએ 11 વર્ષીય બાળકીનું ઝેરી દવા વાળી મગની ફળીઓ ખાઈ જતાં મોત નીપજયું
copy image
નખત્રાણા ખાતે આવેલ ચાવડકાની સીમની વાડીએ ગત દિવસે સવારના અરસામાં 11 વર્ષીય બાળકી આશુબાઈ રમેશભાઈ કોલી રમતા-રમતા જંતુનાશક દવા છંટાયેલી મગની ફળીઓ ખાઈ ગયેલ હતી. આ મગની ફળીઓમાં જંતુનાશક દવા છંટાયેલી હોવાથી તેને દવાની ઝેરી અસર થઈ હતી. તબિયત લથડતા તેને સારવાર માટે ભુજની જી.કે. જનરલ હોસ્પિટલમાં ખસેડવામાં આવેલ હતી. જ્યાં ફરજ પરના તબીબે મૃત જાહેર કરી હતી. નખત્રાણા પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી આગળની વધુ કાર્યવાહી હાથ ધરી છે