ભુજ ખાતે આવેલ ભારાપરમાં લીઝધારકોને હેરાન કરવાનું બંધ કરવામાં આવે તે બાબતે કલેકટરશ્રીને લેખિત રજૂઆત કરવામાં આવી

ભુજ ખાતે આવેલ ભારાપર ગામના બ્લેકટ્રેપ લીઝધારકોને ખોટી રીતે કનડગત કરવાનું બંધ કરવામાં આવે તેવી માંગ સાથે કલેકટરને લેખિત રજૂઆત કરવામાં આવેલ છે. ગ્રામ પંચાયતના સરપંચ, ઉપસરપંચ સહિતના દ્વારા તમારી લીઝ ગેરકાયદેર  છે તેમ કહી ધાકધમકી કરતા હોવાના આક્ષેપ પણ કરવામાં આવેલ છે. તેમજ માલધારીઓને પણ ગેરમાર્ગે દોરવામાં આવતા હોવાના આક્ષેપ સહિતની રજૂઆત  પત્રમાં કરવામાં આવેલ છે.