અંજાર-મુંદરા રૂટની બસમાં કંડક્ટર નાશયુક્ત હાલતમાં જાણતા પોલીસને સોપવામાં આવ્યો

copy image

અંજાર-મુંદરા-માંડવી રૂટની એસ.ટી. બસમાં કંડક્ટર પીધેલી હાલતમાં હોવાની જાણ થતાં તેને અંજાર પોલીસ મથકે લઇ જવામાં આવેલ હતો. અંજાર ડેપોમાંથી આજે સવારે અંજાર-મુંદરા-માંડવી રૂટની બસ ભુવડ ગામના પાટિયા નજીક પહોંચતાં કંડક્ટર નગીન જગા રાઠવાનો કોઇ મુસાફર સાથે ઝઘડો થતાં ડ્રાઇવર દિનેશ નરશીભાઇ નીચે ઊતરી બસમાં જતાં કંડક્ટર પીધેલી હાલતમાં હોઈ તેવું જાણવા મળેલ હતું. બસચાલક દ્વારા ઇન્ચાર્જ ડેપો મેનેજરનો  સંપર્ક કરતાં તેમણે બસ પરત લઇ આવવાનું જણાવેલ હતું. બસ પરત આવતાં પીધેલા જણાતા કંડક્ટરને પોલીસને હવાલે કરવામાં આવેલ હતો.

copy image