ગાંધીધામમાં વરલી મટકાનો જુગાર રમતો એક શખ્સ પકડાયો

ગાંધીધામમાં આર.આર.સેલને પેટ્રોલીંગ દરમિયાન મળેલી બાતમીના આધારે દરોડો પાડતા શક્તિનાગર ગ્રાઉન્ડના લીમડા ઝાડ નીચે મગન ઉર્ફે જિંગો સુમારભાઈ મહેશ્વરી રહે સુંદરપુરી મડદપીરની દરગાહ નજીક ગાંધીધામ વાળો જાહેરમાં વરલી મટકાના આંક ફરકનો રૂપિયાની હારજીતનો જુગાર રમી રમાડી છે. જેથી દરોડો પાડતા શખ્સ પાસેથી વરલી મટકાના સાહિત્ય ઉપરાંત સેમસંગ કંપનીનો મોબાઈલ કિંમત રૂ.2000 રોકડ કિંમત રૂ.21,180 તથા યામાહા નંબર જીજે 12 ડીપી 7756 જેની કિંમત રૂ. 20,000 એમ કુલ કિંમત રૂ. 43,180 મળી આવેલ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *