અંજારમાં વરલી મટકાનો જુગાર રમતા બે પકડાયા
અંજારના ગંગાનાકા પેટ્રોલ પંપ નજીક પોલીસે દરોડો પાડતા વરલી મટકાનો જુગાર રમતા બે શખ્સો પકડાયા હતા. જ્યારે બે નાશી ગયા હતા. આ બાબતની મળતી વિગતો પ્રમાણે અંજાર પોલીસ દ્રારા ગંગાનાકા પેટ્રોલ પંપ નજીક દરોડો પાડતા શક્ર માવજીભાઇ રાઠોડ(રહે. અંજાર), ધીરૂભાઈ શાંતિલાલ પઢિયાર (રહે. દબડા અંજાર), યાસીન શેખ તથા હુસેન ઉર્ફે રધુભાઈ (રહે. અંજાર) હાર જીતનો જુગાર રમી રમાડી રૂ. 10,180, મોબાઈલ નંગ 3, કિંમત રૂ. 4,500 એમ કુલ 14,680 સાથે દરોડો દરમિયાન શંકર બારોટ અને ધીરૂ પઢિયાર ઝડપાઇ ગયા હતા. જ્યારે યાસીન શેખ અને હુશેન ઉર્ફે રધુ નાશી છૂટયા હતા. પોલીસ જુગાર ધારા હેઠળ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.