અંજાર ખાતે આવેલ મેઘપર (બો) માથી બાઈકની તસ્કરી થતાં પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ

FIR-2

અંજાર ખાતે આવેલ મેઘપર (બો)માથી કુલ કિ.30,000 વાળી બાઇકની તસ્કરી થયેલ છે. જે અંગે ગત દિવસે અંજાર પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવેલ છે. નોંધાવેલી ફરિયાદ અનુસાર ગત તા 19/8ના બપોરના અરસામાં ફરિયાદી તેની હીરો સ્પ્લેંડર કંપનીની સિલ્વર કલરની જીજે-08-બી.ક્યુ.-8141 વાળી પોતાના ઘરની બાજુમાં પાર્ક કરી પોતાના ઘરે સૂઈ ગયેલ હતો. ત્યાર બાદ સાંજે 6 વાગ્યાના અરસામાં  જોતાં જીજે-08-બી.ક્યુ.-8141 વાળી બાઇક જોવા મળેલ ન હતી. ફરિયાદીએ સૌ પ્રથમ આસપાસના વિસ્તારમાં તેમજ મિત્રો પાસે તપાસ કરેલ હતી, પરંતુ બાઈકની કઈ ખબર ન મળતા ગત દિવસે અંજાર પોલીસ મથકે ફરિયાદ નોંધાવેલ છે.