ગાંધીધામ ખાતે આવેલ હાજીપીર હોટેલ પાછળથી કુલ કિ. 42,200ના મુદામાલ સાથે 5 જુગારપ્રેમીઓ ઝડપાયા

copy image

ગાંધીધામ પોલીસ પેટ્રોલિંગમાં હતી તે દરમીયાન તેમને ખાનગી રાહે બાતમી મળેલ હતી કે, હાજીપીર હોટેલ પાછળ જાહેર જગ્યામાં અમુક ઈશમો ગંજી પાના વડે રૂપિયાની હારજીતનો જુગાર રમી રહ્યા છે. મળેલ બાતમીના આધારે પોલીસે તે સ્થળ પર દરોડો પાડી કુલ કિ. 42,200ના મુદ્દામાલ સાથે પાંચ શખ્સોને ઝડપી પાડ્યા હતા. પોલીસે પકડાયેલા આરોપીઓ સામે જુગારધારાની કલમો તળે ગુનો નોંધી આગળની વધુ કાર્યવાહી હાથ ધરી છે.
પકડાયેલ આરોપીઓ :

  1. જેસંગભાઈ ભેમાભાઈ પરમાર ઉ.વ.49 રહે ચાવલા ચોક, ગાંધીધામ
  2. ભાવેશભાઈ મફાભાઈ પરમાર ઉ.વ.39 રહે ચાવલા ચોક, ગાંધીધામ
  3. હિમંતભાઈ લક્ષ્મણભાઇ પરમાર ઉ.વ.45 રહે ચાવલા ચોક, ગાંધીધામ
  4. ઈશ્વરભાઈ બુધાભાઇ મકવાણા ઉ.વ.52 રહે ચાવલા ચોક, ગાંધીધામ
  5. માઈકલ વિલ્સન જોન ઉ.વ.39 રહે ચાવલા ચોક, ગાંધીધામ