પદ્ધર પોલીસે શંકાસ્પદ બાઈક સાથે ધાણેટીના શખ્સને ઝડપી પાડ્યો

hathkadi

copy image

પદ્ધર પોલીસે ધાણેટીના એક યુવકને ચોરી કે છળકપટથી હાસિલ કરેલ બાઈક સાથે ઝડપી પાડ્યો હતો. મળેલ માહિતી અનુસાર પદ્ધર પોલીસની ટીમ ધાણેટી બસ સ્ટોપ નજીક વાહન ચેકિંગમાં હતી તે દરમીયાન ખાનગી રાહે બાતમી મળેલ હતી કે ધાણેટીનો જયેશ રતનશી વાઘેલા એક શંકાસ્પદ મોટર સાઈકલથી આવી રહ્યો છે. જેથી નંબર પ્લેટ વગરની હીરો સ્પ્લેન્ડર બાઈક સાથે આવેલા જયેશને અટકાવીને બાઈકના આધાર-પુરાવા માગતા તે આપી શક્યો ન હતો. પદ્ધર પોલીસે કુલ કી. 10,000ની શંકાસ્પદ બાઈક સહિત ધાણેટીના જયેશની ધરપકડ આગળની વધુ કાયદેસરની કાર્યવાહી આરંભી છે.

copy image