ઘરના કલેશએ હિસંક રૂપ ધારણ કર્યું : પુત્રવધૂએ સાસુનું ગળું દબાવી માર માર્યો
copy image
ભુજ ખાતે આવેલ સંજોગનગરમાં ગૃહ કલેશમાં પુત્રવધૂએ સાસુનું ગળું દબાવી માર માર્યો હતો જેના કારણે તેને સારવાર અંગે હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા. આ બનાવ બાબતે ઇજાગ્રસ્ત 65 વર્ષીય ખાતુબાઈ કરીમમામદ ખાસકેલીના પુત્ર આદમએ જી.કે. જનરલ હોસ્પિટલની પોલીસ ચોકીમાં નોંધાયેલી વિગતો અનુસાર સવારના અરસામાં તેની પત્ની ગુલસેરાએ ખાતુબાઈનું ગળું દબાવી ધકબૂસટનો માર માર્યો હતો જેથી તેમને સારવાર અપાવા જી.કે. જનરલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવેલ છે.
