રાપર ખાતે આવેલ આડેસર પાસેથી કારમાંથી કુલ કી. પપ,000 ની નશાકારક શંકાસ્પદ હર્બન ટોનિકની પપ0 બોટલ મળી આવતા ચકચાર

copy image

રાપર ખાતે આવેલ આડેસર ગામના બસ સ્ટેન્ડ નજીક એક કારમાંથી પોલીસે નશાકારક શંકાસ્પદ રૂા. પપ,000 ની હર્બલ ટોનિકની પપ0 બોટલ કબ્જે કરેલ હતી. ગત દિવસે સાંજના અરસામાં  પોલીસે ત્યાં જઈ કાર નજીક ઉભેલા પ્રવિણસિંહ મદારસિંહ વાઘેલા અને અનિરુદ્ધસિંહ હેતુભા સોઢાને કાર બાબતે પૂછતાછ કરેલ હતી. તે દરમાયાન આ કારમાં હર્બલ ટોનિક હોવાનું એક શખ્સએ  જણાવ્યું હતું. પોલીસે કારમાં તપાસ કરતા તેમાં ખાખી રંગના 11 બોક્સ મળી આવેલ હતા. જેમાં સુનિન્દ્રા 300 એમ.એલ. પ0 બોટલ લખેલ જણાવ્યું હતું. બોટલ બહાર કાઢી વધુ તપાસ કરતાં તેમાં સુનીન્દ્રા આસવ અરીષ્ઠા 100 ટકા હર્બલ એમ મન્થ વગેરે તેમજ બનાવનાર કંપનીનું નામ, દાદરા એન્ડ નગર હવેલી તેમજ કન્ટેન્ટ સેલ્ફ જનરેટેડ આલ્કોહોલ નોટ મોર પેન 11 ટકા વગેરે લખાણ સામે આવ્યું હતું. આ બંને શખ્સો પાસેથી આધાર પુરાવા માગતા તે રજૂ શકયા ન હતા. તેમની પાસેથી રૂા. પપ,000ની પપ0 બોટલ શંકાસ્પદ હર્બલ ટોનિક કબ્જે કરાયું હતું. આ શખ્સો માલ ક્યાંથી લાવ્યા તેમજ કોને આપવાના હતા તે સામે આવ્યું નથી જેની આગળની તપાસ પોલીસે આરંભી છે.