ચેક પરત ફરતા કોર્ટે આરોપીને દંડ ફટકાર્યો

Court-1495027562_835x547

copy image

માંડવી ખાતે આવેલ આશીર્વાદ પેટ્રોલિયમના માલિક શાકીરહુશેન મહમદઅલીને ચેક રકમ રૂા. 5,16,000નો શિવજી પૂંજા સંગાર દ્વારા અપાયો હતો, જે ચેક પરત થતા ફરિયાદી શાકીરહુસેને માંડવીની કોર્ટમાં ફોજદારી કેસ દાખલ કરેલ હતો. જે અંગે ચુકાદો આપતા કોર્ટ દ્વારા આરોપી શિવજીને તકસીરવાર ઠરાવીને એક વર્ષની સાદી કેદની સજા તેમજ રૂા. 5000નો દંડ ફટકારવામાં આવેલ છે. આરોપી દંડની રકમ ભરવામાં કસૂર કરે તો વધુ 10 દિવસની કેદની સજા ભોગવવી તેમજ ફરિયાદીને વળતર પેટે હુકમની તારીખથી એક માસ દરમીયાન ચેક મુજબની રકમ રૂા. 5,16,000 ચૂકવી આપવા હુકમ કર્યો છે.

copy image