મુંદ્રા ખાતે આવેલ નાના કપાયામાં  આર્થિક સંકડામણના કારણે તાણમાં રહેતા શખ્સે ગળે ફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું

મુંદ્રા ખાતે આવેલ નાના કપાયાના 33 વર્ષીય યુવાન વિશ્રામ ભીમશી ગઢવીએ કામ ધંધા વિના આર્થિક સંકડામણના લીધે તાણમાં રહેતા હોવાના કારણે ગળે ફાંસો ખાઈને પોતાનું જીવન ટૂંકાવ્યું હતું. આ બાબતે મુંદરા પોલીસ મથકે ગત દિવસે હરિ વિશ્રામ ગઢવી દ્વારા  જાહેર કરવામાં આવેલ વિગતો અનુસાર તેના પિતા વિશ્રામભાઈ ગઢવી કામ ધંધો ન હોવાથી લાંબા સમયથી માનસિક તાણમાં હતા તેમજ આર્થિક સંકડામણ પણ હતી. વિશ્રામભાઈએ ગત દિવસે બપોરના અરસામાં પોતાના ઘરના રૂમમાં સાડી વડે ગળેફાંસો ખાઈ લીધો હતો. બનાવની જાણ થતાં તેમને સારવાર અર્થે મુંદરાની સરકારી હોસ્પિટલમાં ખસેડાતાં ફરજ પરના તબીબે મૃત જાહેર કરેલ હતા. મુંદરા પોલીસે અકસ્માત મોતનો ગુનો દાખલ કરી આગળની વધુ કામગીરી હાથ ધરી છે.