અંજાર ખાતે આવેલ નવી દુધઇમાથી કુલ રૂા. 25,600નો  અખાદ્ય ગોળ અને ઇસ્ટનો જથ્થો ઝડપાયો

અંજાર ખાતે આવેલ નવી દુધઇ માથી કુલ કિ.25,600નો  અખાદ્ય ગોળ અને ઇસ્ટનો જથ્થો પોલીસે કબ્જે કર્યો હતો. નવી દુધઇ ખાતે આવેલ રબારીવાસમાં વડવાળા સ્ટોર નામની દુકાનમાથી  પોલીસે અખાદ્ય ગોળની બાવન ભીલી તેમજ બે બોક્સ ઇસ્ટ એમ કુલ રૂા. 25,600નો માલ દુકાનદાર હાજી પાલા રબારી પાસેથી કબ્જે કર્યો હતો પોલીસે આ દુકાનદાર પાસેથી પરવાના કે આધાર-પુરાવા માંગતા તે રજૂ કરી શક્યો ન  હતો, જેથી પોલીસ દ્વારા માલ કબ્જે કરી તેનું પૃથ્થકરણ કરવા એફ.એસ.એલ.માં મોકલવામાં આવેલ છે.