રાપર તાલુકાનાં  સઇ ગામમાં બંધ મકાનમાથી કુલ રૂા. 95,000ની તસ્કરી થતાં પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ

રાપર તાલુકાનાં  સઇ ગામમાં બંધ મકાનમાથી કુલ રૂા. 95,000ની તસ્કરી થતાં પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ છે આ અંગે મળતી માહિતી મુજબ રાપર ખાતે આવેલ સઈ ગામમાં રહેનાર જીવીબેન વશરામ હાથિયાણીનાં દીકરા કામધંધાર્થે મુંબઇ રહે છે, એકલા રહેતા આ મહિલા ગત તા. 23-8ના રોજ ઘરને તાળાં મારી ખેતીકામ માટે ગયેલ હતા. સાંજે પરત આવીને જોતાં તેમનાં ઘરનાં તાળાં તૂટેલ હાલતમાં જોવા મળ્યા હતાં,  પરીણામે  તેમણે પોતાના ભાઇને ફોન કરી તમામ હકીકત જણાવી હતી. મળેલ માહિતી અનુસાર તસ્કરો ઘરનાં તાળાં તોડી ઘરમાં ઘૂસ્યા હતા અને ઘરમાથી રોકડા રૂા. 45,000 તથા 300 ગ્રામની ચાંદીની ગાયની ત્રણ મૂર્તિ, 10 ગ્રામની સોનાની ત્રણ વીંટી એમ કુલ રૂા. 95,000ની મતાની તસ્કરી કરી  નાસી છૂટ્યા હતા. પોલીસે આ અંગે ફરિયાદ દાખલ કરી આગળની વધુ તપાસ હાથ ધરી છે.