પડાણા ખાતે આવેલ જીરકોન કંપનીમાં રિવર્સ આવતાં વાહને યુવાનને હડફેટે લેતાં સર્જાયો જીવલેણ અકસ્માત : યુવાનનું મોત
copy image
ગાંધીધામ ખાતે આવેલ પડાણામાં જીરકોન કંપનીમાં રિવર્સમાં આવતાં ટ્રેઈલરે 30 વર્ષીય યુવાનને હડફેટમાં લેતા સારવાર દરમીયાન યુવકનું મોત નીપજયું હતું. મળેલ માહિતી અનુસાર પડાણામાં આવેલી જીરકોન કંપનીમાં ગત રાત્રે આ જીવલેણ અકસ્માત સર્જાયો હતો. કંપનીમાં કામ કરનાર ફરિયાદી રાજકુમાર વિનોદ ચૌહાણ તથા તેનો નાનો ભાઈ શ્યામકિશોર ગત રાત્રે કામ પૂરું થતાં પોતાના રૂમ તરફ જઈ રહ્યા હતા તે દરમીયાન રીવર્સમાં આવતાં નંબર જી.જે. 12-બી-વાય 0325 વાળા ટ્રેઈલરએ 30 વર્ષીય શ્યામકિશોરને હડફેટમાં લેતા તેને ગંભીર ઈજાઓ પહોંચતા યુવાનને સારવાર અર્થે આદિપુરની ખાનગી હોસ્પિટલમાં લઈ જવામાં આવેલ હતો. પરંતુ, વધુ સારવાર મળે તે પહેલા તેણે અંતિમ શ્વાસ લીધા હતા. આ મામલે પોલીસે વાહન ચાલક વિરુદ્ધ ફરિયાદ દાખલ કરી આગળની વધુ તપાસ આદરી છે.