ભજ ખાતે આવેલ માધપરમાં 50 વર્ષીય મહિલાએ ગળે ફાસો ખાઈ જીવન ટૂંકાવ્યું  

download (3)

ભુજ ખાતે આવેલ માધાપરમાં નવાવાસમાં રહેતા પ0 વર્ષિય મહિલા શીતલબેન મોહિતભાઈ ચાવડા ઘણા સમયથી માનસિક રીતે અસ્વસ્થ હતા તેમજ એકલવાયું જીવન ગુજારતા હતા. ગત બપોરથી આજ સવાર દરમ્યાન તેમણે કોઈ અગમ્ય કારણોસર પોતાના ઘરે પંખામાં પ્લાસ્ટિકની દોરી બાંધી ગળે ફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું હતું. આ અંગે માધાપર પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી આગળની વધુ કાર્યવાહી આદરી છે.