અંજારમાં થયેલ બાઇક ચોરીનો ભેદ ઉકેલાયો

અંજાર શહેરના જોગીવાસમાં રહેતા આરીફ રહીમ પીલુડિયાએ પોતાના ઘરની બહાર બાઇક નં. જી.જે. 36 ડી. 8806 કિંમત રૂા. 15,000વાળી પાર્ક કરેલ હતી જેની ગત તા. 25/8ના બપોરના અરસામાં તસ્કરી થતાં પોલીસે મથકે ફરિયાદ નોંધાઈ હતી. આ મામલે પોલીસે તપાસ કરી શિવધારા સોસાયટી અંજારના અમિત અરવિંદ જોગીને ઝડપી તેની પાસેથી બાઇક કબ્જે કરી હતી. પોલીસે પકડાયેલ આરોપી વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.