ભુજમાં નાના ભૂલકાઓએ પણ રક્ષાબંધનની ઉજવણી કરી

a27316c2-3150-4023-9963-5e466822f571

ભાઈ બહેનના પ્રેમનો દિવસ એટલે રક્ષાબંધન.કચ્છ જિલ્લાના મુખ્ય મથક ભુજ ખાતે આજે રક્ષાબંધનનો પવિત્ર તહેવારની ઉજવણી કરવામાં આવી હતી.વહેલી સવારથી પોતાના ભાઈને રાખડી બાંધવા માટે બહેનો સજજ થઈને વ્હાલસોયા ભાઈને રાખડી બાંધી હતી. નાના નાના ભૂલકાઓએ પણ પોતાની બહેન પાસે હોશભેર રાખડીઓ બંધાવી હતી. નવા વસ્ત્રોમાં પરિધાન ભાઈ બહેનોએ એકમેકને મોં મીઠું કરાવી અને પોતાની લાગણી પ્રગટ કરી હતી.