રક્ષાબંધનની પૂર્વ સંધ્યાય શહેરની સત્યમ સંસ્થા અને તાનારીરી મહિલા મંડળ દ્વારા વિવિધ વિસ્તારોમાં ભુંગે અને ઝુંપડે નાના બાળકો એ એકબીજાને રાખડી બાંધી
ભુજ. રક્ષાબંધનની પૂર્વ સંધ્યાય શહેરની સત્યમ સંસ્થા અને તાનારીરી મહિલા મંડળ દ્વારા વિવિધ વિસ્તારોમાં ભુંગે અને ઝુંપડે નાના બાળકો એ એકબીજાને રાખડી બાંધી હતી આ તકે તમામ મીઠાઈ અને બાળકોને ચોકલેટ બિસ્કીટોનું વિતરણ કરવામાં આવ્યું હતું. શહેરના અલગ અલગ વિસ્તારોમાં અલગ અલગ ટીમ દ્વારા વિવિધ વિસ્તારોમાં ઝુંપડે નાની બાલિકા ઓએ નાના ભાઈ ને રાખડી બાંધી અને એકબીજાને અભિનંદન પાઠવ્યા હતા અને ભાઈઓએ બહેનો પાસે રાખડી બંધાવી હતી આ તકે સત્યમ સંસ્થા ના અધ્યક્ષ દર્શક ભાઈ અંતાણી, તેમજ ગુજરાત રાજ્ય માધ્યમિક શિક્ષક સમાજના પ્રમુખ નયનભાઈ શુક્લ, તેમજ દિલીપ ભાઈ દરજી, નર્મદાબેન ગામોટ, મનજીભાઈ ગામોટ, અંકિતા બેન ધોકાઇ,વગેરે ઉપસ્થિત રહ્યા હતા તમામ વ્યવસ્થા શિવાંગભાઈ અંતાણીએ સંભાળી હતી રક્ષાબંધનને અનુલક્ષીને વિવિધ વિસ્તારોમાં મીઠાઈઓનો પણ વિતરણ કરવામાં આવ્યું હતું, આ મીઠાઈ માટે સ્વ રમાગોરીબેન ધીરજલાલભાઈ શુક્લ ની સ્મૃતિમાં મીઠાઈ અને ચોકલેટ બિસ્કીટ નો વિતરણ કરવામાં આવ્યું હતું
