માંડવી તાલુકાનાં નાની ખાખરમાંથી 324 બોટલ શરાબ પકડાયો
માંડવીના નાની ખાખરમાં પોલીસે એક ઘરમાં દરોડો પાડીને 324 બોટલ શરાબ પકડી પાડ્યો હતો. પણ બંને શખ્સ ભાગી ગયા હતા. માંડવી પોલીસે વિગતો આપતાં જણાવ્યું હતું કે, નાની ખાખરના પોલીસે ભરતસિંહ દિપુભા જાડેજાના જૂના બંધ નળિયાવાળા ઘરમાં દરોડો પાડીને રૂ.79,200ની કિંમતનો 324 બોટલ ઇંગ્લીશ શરાબનો જથ્થો પકડી પાડ્યો હતો. પણ શખ્સ સહદેવસિંહના ભાભી સરોજબા પ્રદિપસિંહ જાડેજા(બંને નાની ખાખર)વાળાએ ભાગી ગયા હતા. વધુ કાર્યવાહી દિપસિંહ સોઢાએ હાથ ધરી છે.