ભુજમાં જુગાર રમતા 13 મહિલા પુરુષ 25,190ની રોક્ડ સાથે ઝડપાયા
ભુજના આઝાદનગર ભીડ નાકા અને સથવારા ફળિયામાં પોલીસે બે જુદી જુદી જગ્યાએ દરોડો પાડીને ગંજીપાનાનો જુગાર રમતી બે મહિલાઓ સહિત 13ને રોકડરૂ.25,190 સાથે ઝડપી પાડ્યા હતા. ભુજ બી ડિવિઝન પોલીસે વિગતો આપતાં જણાવ્યું હતું કે, શહેરના આઝાદનગર ભીડ નાકા બહાર રૂકિયાબાઈ ગકુર, શેરબાનું સલીમ સુમરા, હાજી રમજુ સુમરા, ગની આમદ કકલ, હાજી આમદ કકલ અને કાસમ ઈલીયાસ સોઢાને રોક્ડ રૂ. 12,290 સાથે ઝડપી પાડ્યા હતા. બીજી ઘટનામાં પોલીસે જણાવ્યું હતું કે, સરપટ નાકા બહાર સથવારા ફળિયામાં ગંજીપાનાનો જુગાર રમતા જખું બાબુ સથવારા મનીષ મંગુ સથવારા, રમેશ ચુનીલાલ સથવારા, દિક્તક ચંદુ સથવારા, હરેશ જેંતીલાલ સથવારા, અમર કલ્યાણ સથવારને રોકડા રૂ.12,900 સાથે ઝડપી પાડ્યા હતા.