ગાંધીધામમાં રૂ 44 હજારના શરાબ સાથે 1 ઇસમની અટક
ગાંધીધામ શહેરના ખોડિયારનગર ગુરુકુળ વિસ્તારમાં પોલીસે અલગ અલગ સ્થળોએ રેડ પાડીને 44 જહારના શરાબના જથ્થા સાથે એક શખ્સની અટક કરી લીધી હતી.જ્યારે અન્ય એક એલસીબીને ચકમો આપી ફરાર થઈ ગયો હતો. ગાંધીધામ એ ડિવિઝન પોલીસ સુત્રોમાંથી મળતી વિગતો અનુસાર ગત બપોરના અરસામાં ખોડિયારનગરના ઝૂપડામાં રેડ પાડવામાં આવી હતી. તેવામાં પોલીસની ગંધ આવી જતાં સંતોષ રામદયાલ રેગર ફરાર થઈ ગયો હતો જેથી તેની ઓરડીમાં તલાસી કરતાં અંદરથી ઇંગ્લિશ શરાબની 74 બોટલ તથા ક્વાર્ટરિયા મળી 34,600 નો જથ્થો મળી આવ્યો હતો. શરાબની અન્ય એક ધટના માં પોલીસે ગુરુકુળ મધ્યે આઇઓસી કોલોની ચાર રસ્તા નજીક વોચ ગોઠવી હતી.તેવામાં રસ્તા પરથી પસાર થતાં મોપેડ નંબર જીજે 12 સીસી 5501 મે રોકી તલાસી કરવામાં આવી હતી. તે દરમિયાન તેમાંથી ઇંગ્લિશ શરાબની અલગ અલગ બ્રાન્ડની બોટલ નંગ 23, કિંમત રૂ. 9,700ની મળી આવી હતી.જેથી મોપેડ ચાલક રાજુદાસ રમાદાસ યાદવ, રહે નવી સુંદરપુરીની અટક કરી લેવામાં આવી હતી અને તેની પાસેથી મોબાઈલ, શરાબ મળી 30,200નો મુદામાલ જપ્ત કરી લીધો હતો. જે બાબતે રાજુની પૂછતાછ કરતાં શંકરલાલ ક્રિષ્નારામ પ્રજાપતિ રહે.સુંદરપુરીવાળો સાથે હોવાની કેફિયત આપતાં પોલીસે તે દિશામાં કાર્યવાહી હાથ ધરી હતી.