માંડવીમાં ઇંગ્લીશ દારૂની 31 બોટલ સાથે એક શખ્સ પકડાયો
માંડવીના બંગડી બજારમાં રહેણાકના ઘરમાં દારૂ રાખવામાં આવ્યો હોવાની બાતમીના આધારે પોલીસે રેડ પાડીને 31 બોટલ દારૂ, કિંમત રૂ.12,400 કબ્જે કરી શખ્સ મામદ હુસેન બલોચને પકડી પાડ્યો હતો. જયરે પૂછપરછમાં હુશેની ઉર્ફે કાળો સલીમ શેખ તથા અકબર અનવર મિયાણાની સામેલગીરી પણ બહાર આવી હતી. પોલીસે ત્રણે વિરુદ્ર ગુનો દાખલ કરી કાયદેસરની તપાસ હાથ ધરી છે. માંડવીની બંગડી બજારમાં પશુ કામદાર શેરીમાં એક ઘરમાં દારૂનો જથ્થો રાખીને વેપલો થઈ રહ્યો હોવાની પોલીસને બાતમી મળી હતી.