ભુજમાં અકસ્માતમાં એક શખ્સનું મૃત્યુ
ભુજથી માધાપર તરફ જતાં રસ્તા પર આવેલા આરટીઓ પાસે બાઇક નંબર જીજે 12 સીએચ 6539 સાથે ટ્રકની ટક્કરમાં 55 વર્ષીય ડુડિયા પ્રદિપ વાલજીને ગંભીર પ્રકારની ઇજાઓ થતાં તેઓને ભુજની જી.કે.જનરલ હોસ્પીટલમાં ખસેડવામાં આવ્યા હતા.જ્યાં તેનું મૃત્યુ નીપજયું હતું. વધુ કાર્યવાહી પોલીસ દ્રારા હાથ ધરવામાં આવી હતી.