જખૌમાં માદક પદાર્થ મળવાનો સિલસિલો જારી : કુંડી બેટ નજીકથી વધુ ચરસનાં બે પેકેટ મળી આવ્યા

charas

copy image

જખૌ પાસેથી માદક પદાર્થ ચરસનાં પેકેટનો સિલસિલો જારી રહ્યો છે, ત્યારે કુંડી બેટ પરથી ફરી ચરસનાં બે પેકેટ સીમા સુરક્ષા દળની ટીમે જપ્ત કર્યાં હતાં. મળેલ માહિતી અનુસાર તલાશી અભિયાનમાં રહેલી ટીમને જખૌથી અંદાજિત 11 કિ.મી. દૂર આવેલા કુંડી બેટ નજીકથી એક કિલો વજનનાં ચરસનાં બે પેકેટ મળી આવેલ હતાં. આ સાથે બીએસએફને અત્યાર સુધી ચરસનાં 105 પેકેટ મળેલ છે.