ભુજ ખાતે આવેલ સુમરાસરમાં માલિકીની જમીન પર ગેરકાયદેસર કબ્જો કરી લેવાતા પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ
ભુજ ખાતે આવેલ સુમરાસરમાં માલિકીની 13 હજાર ચોરસ ફૂટ જમીન પર છ શખ્સો દ્વારા ગેરકાયદેસર રીતે કબ્જો કરી મકાનો બનાવી દેતા લેન્ડગ્રેબીંગ તળે ફરિયાદ નોધાવવામાં આવેલ છે. મળેલ માહિતી અનુસાર મૂળ સુમરાસરના અને હાલે ભુજમાં રહેતા હુશેન સુમારભાઈ ખત્રી દ્વારા માધાપર પોલીસ મથકે સુમરાસર ગામના જુમા નુરમામદ ખત્રી,હાસમ નુરમામદ ખત્રી,ઓસમાણ હાસમ ખત્રી,મુસ્તાક હાસમ ખત્રી,સલીમ હાસમ ખત્રી અને અમીન ઈશાક ખત્રી વિરુદ્ધ ફરિયાદ નોધાવવામાં આવેલ છે. નોંધાવેલ ફરિયાદ અનુસાર સુમરાસર ગામમાં વોર્ડ નંબર 4 માં આવેલી તેમની માલિકીની 13 હજાર ચોરસ ફૂટ જમીન પર આરોપીઓએ છેલ્લા 40 વર્ષથી ગેરકાયદેસર દબાણ કરેલ હતો. તેમજ દબાણ કરી તે જમીન પર મકાનો બનાવી દેવામાં આવેલ છે.ફરિયાદીએ અવારનવાર મકાનો ખાલી કરવા જણાવ્યુ હોવા છતાં આરોપીઓએ મકાનો ખાલી ન કરતા આખરે આરોપીઓ વિરુદ્ધ લેન્ડગ્રેબીંગની ફરિયાદ પોલીસ મથકે નોધાઇ છે. પોલીસે આ અંગે આરોપીઓ સામે ગુનો નોંધી આગળની વધુ કાયદેસરની કાર્યવાહી આરંભી છે.