નર્મદા ખાતે આવેલ પોઇચાની હોટલમાં સીસીટીવી ન હોવાના કારણે ગુનો નોંધાયો

નર્મદા ખાતે આવેલ સ્ટેચ્યુ ઓફ યુનિટી સહીત અનેક ફરવાલાયક સ્થળો હોવાથી હોટલો અને રીસોર્ટની સંખ્યામાં વધારો થયો છે ત્યારે પોલીસે સુરક્ષાને લઇને હોટલોમાં તપાસ હાથ ધરી છે. ત્યારે પોઇચા ખાતે આવેલ રાજસ્થાની હોટલ એ-વન માં સી.સી.ટી.વી કેમેરા લગાવેલ ન હોવાના કારણે એસઓજીએ ગુનો નોંધી આગળની વધુ તપાસ હાથ ધરી છે.