ભચાઉમાં ઉભરાતી ગટરોની મુશ્કેલીથી ત્રસ્ત : શહેરના પમ્પિંગ સ્ટેશનનાં કામમાં ભ્રષ્ટાચાર થયો હોવાની ફરિયાદ સામે આવી
ભચાઉના ગટરના પાણીના નિકાલ અર્થે બનાવવામાં આવેલ પમ્પિંગ સ્ટેશનના કામમાં ભ્રષ્ટાચાર થવાની ફરિયાદ કરવામાં આવેલ હતી. આ અંગે કચ્છ કલેક્ટરને કરવામાં આવેલ લેખિત અરજી અનુસાર રાજ્ય સરકારની ગ્રાન્ટમાંથી ભચાઉમાં ગટર લાઈનો નાખવામાં આવેલ હતી. બાદમાં દૂષિત પાણીના નિકાલ કરવા અંગે કરોડો રૂપિયાના ખર્ચે પમ્પિંગ સ્ટેશન બનાવવામાં આવેલ હતા, ભ્રષ્ટાચારને પરીણામે પમ્પિંગ સ્ટેશન આજ સુધી ચાલુ થઇ શક્યું નથી. વોર્ડ નંબર પાંચ, છ અને સાતના લોકો લાંબા સમયથી આ ઉભરાતી ગટરોની મુશ્કેલીથી ત્રસ્ત થઈ ચૂક્યા છે અને બિમારીઓના ભોગ બની રહ્યા છે. કેટલીક વખત આ વિસ્તારના લોકો તેમજ આગેવાનો દ્વારા રજૂઆત કરવામાં આવેલ હોવા છતાં પણ આ સમસ્યાનો કોઈ હલ લાવવામાં આવેલ નથી. ભચાઉ શહેર કોંગ્રેસના મંત્રી મોહનભાઈ હરિભાઈ દરજી દ્વારા આ મામલે યોગ્ય કાર્યવાહી કરવા માંગ કરવામાં આવેલ હતી.