અંજારમાં કાર સાથે બાઇક અથડાતાં સર્જાયો અકસ્માત : સારવાર દરમ્યાન યુવાનનું મોત

accident

copy image

અંજાર ખાતે આવેલ જખ દાદાના મંદિર પાસે બાઇક અને કાર અથડાતાં અકસ્માત સર્જાયો હતો, જેમાં બાઇક પર સવાર નાગલપર વાડી વિસ્તારના રમેશ હરજી મહેશ્વરી નામના યુવકને ગંભીર ઇજાઓ પહોચતા સારવાર દરમ્યાન તેનું મોત નીપજયું હતું. આ અંગે મળેલ માહિતી અનુસાર મોટી નાગલપર વાડી વિસ્તારમાં રહેતો રમેશ મહેશ્વરી નામનો શખ્સ જીનસ કંપનીમાં કામ કરતો હતો. ગત તા. 24-8ના રોજ તે રાબેતા મુજબ નોકરી પર ગયેલ હતો. સાંજના અરસામાં પરત ઘરે જવા રમેશ સહિત ત્રણ શખ્સો બાઇકથી નાગલપર બાજુ જઇ રહ્યાં હતાં. તે દરમ્યાન અંજારના જખદાદાના મંદિર નજીક બાઇક ચાલકે ડમ્પરને ઓવરટેક કરવા જતી વખતે સામેથી આવતી કારમાં આ બાઇક અથડાતા અકસ્માત સર્જાયો હતો, જેમાં બાઇક પર સવાર ત્રણેયને ઇજાઓ પહોંચી હતી તેમણે સારવાર અર્થે પ્રથમ અંજાર બાદમાં ભુજની જી.કે. જનરલમાં ખસેડવામાં આવેલ હતા. તેમજ વધુ સારવારની જરૂરીયાત જણાતા રમેશ મહેશ્વરીને અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં લઇ જવામાં આવેલ હતો જ્યાં તેની સારવાર દરમ્યાન તેણે અંતિમ શ્વાસ લીધા હતા. બાઇક ચાલક સામે હીરબાઇ રમેશ મહેશ્વરી દ્વારા પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવેલ  હતી. પોલીસે આ અંગે ફરિયાદ દાખલ કરી આગળની વધુ તપાસ હાથ ધરી છે.