ગાંધીધામ ખાતે આવેલ ખરીરોહરમાથી 19,500ના શરાબ સાથે એક શખ્સ ઝડપાયો
copy image

ગાંધીધામ ખાતે આવેલ ખારીરોહરના સીમ વિસ્તારમાં આવેલ ઇન્દિરાનગર વિસ્તારમાં બાવળની ઝાડીમાંથી કુલ કિ. 19,500ના અંગ્રેજી શરાબ સાથે એક શખ્સને પોલીસે ઝડપી પાડ્યો હતો, જ્યારે એક ઈશમ હાજર મળ્યો ન હતો. આ અંગે મળતી માહિતી અનુસાર ગાંધીધામની ભાગોળે ઇન્દિરાનગરમાં આવેલ રાજુ કોળીની ઓરડીઓ સામે બાવળની ઝાડીની આડશમાં બે ઈશમ દારૂ વેચતા હોવાની પૂર્વ બાતમીના આધારે પોલીસે કાર્યવાહી હાથ ધરી હતી. આ બાવળની ઝાડીમાંથી હેમંત નામોરી સોલંકી નામના શખ્સને પોલીસે ઝડપ્યો હતો. તેમજ અહીં જમીનમાં ખાડો ખોદી તેમાં કોથળા ભરાવી, તેમાં શરાબની બોટલો સંતાડવામાં આવેલ હતી. પોલીસે હકીકત વાળી જગ્યાએથી કુલ કિ. 19,500નો શરાબ કબ્જે કર્યો હતો. દારૂ લઇ આવનારો જીવણ કોળી નામનો શખ્સ પોલિસની પકડથી દૂર છે. જેને પકડી પાડવા પોલીસે આગળની વધુ કાર્યવાહી આરંભી છે.