ઘોડાસરના ફ્લેટના પહેલા માળે આવેલ મકાનમાં આગ ભભૂકી ઉઠી : સદભાગ્યે કોઈ જાનહાની નહીં

અમદાવાદ ખાતે આવેલ ઘોડાસરમાં પુષ્પક ફ્લેટના એક મકાનમાં વહેલી સવારના અરસામાં  ચા બનાવવા ગેસ ચાલુ કરતા જ આગ ફાટી નીકળી હતી. જોકે ફાયરબ્રિગેડની ટીમ દ્વારા માત્ર 20 મિનિટમાં જ આગને કાબૂમાં લેવાઈ  હતી. સદભાગ્યે આ દુર્ઘટનામાં કોઈ જાનહાનિ થઈ ન હતી. આ બનાવ અંગે મળેલ માહિતી અનુસાર ઘોડાસરમાં પુષ્પક ફ્લેટના ઘર નં.104માં રહેતા હસમુખ ભટ્ટના ઘરે પ્રસંગ હોવાથી તેમના ઘરે આવેલા મહેમાનો માટે રવિવારે વહેલી સવારના અરસામાં ચા બનાવવા માટે દૂધ ગરમ કરવા જતાં અચાનક આગ ભભૂકી ઉઠી હતી. આ બનાવ અંગે ફાયરબ્રિગ્રેડને જાણ કરાતા ફાયરની બે ગાડીએ ઘટનાસ્થળ આગ પર કાબૂ મેળવ્યો હતો. સદભાગ્યે આ બનાવમાં કોઈ જાનહાની થઈ ન હતી.