માધાપરમાં ધાણીપાસાનો જુગાર રમતા શખ્સો 2920ની રોકડ સાથે ઝડપાયા

ભુજ તાલુકાના માધાપર નવાવાસમાં ભૂતનાથ મહાદેવ મંદિર નજીક ધાણીપાસાનો જુગાર રમતા 2 ઇસમોને રોકડા રૂ.2920 સાથે ઝડપી પાડ્યા હતા. ભુજ બી ડિવિઝન પોલીસે વિગતો આપતા જણાવ્યું હતું કે,માધાપર નવાવાસમાં ભૂતનાથ મહાદેવ નજીક ધાણીપાસાનો જુગાર રમતા નીરજ મણીલાલ સોલંકી, સંતોષ મોહન ચૌહાણને રોકડા રૂ.2920 સાથે પકડી પાડ્યા હતા.