ગાંધીધામ ભચાઉ હાઈવે પર ટ્રકમાં ડમ્પર અથડાતાં થયો અકસ્માત : સદભાગ્યે કોઈ જાનહાનિ નહીં

acc-logo

copy image

  ગાંધીધામ ભચાઉ હાઇવે પર મોડી રાતના અરસામાં પૂર ઝડપે જતું ડમ્પર ટ્રકમાં અથડાતાં અકસ્માત સર્જાયો હતો. સદભાગ્યે આ બનાવમાં કોઈ જાનહાનિ થઈ ન હતી. આ અંગે મળેલ માહિતી અનુસાર ગાંધીધામ ભચાઉ હાઇવે પર મોડી રાતના અરસામાં પૂર ઝડપે જતું ડમ્પર ટ્રકમાં અથડાતાં અકસ્માત સર્જાયો હતો.  જેમાં ટ્રકમાં અથડાતાં ડમ્પર ચાલક કેબિનમાં ફસાઈ ગયેલ હતો. બનાવની જાણ થતાં જ હાઇવે પેટ્રોલિંગ અને જિલ્લા ટ્રાફિક પોલીસની ટીમ દ્વારા ફસાયેલા ચાલકને બહાર કાઢી 108 મારફત સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયો હતો.