મુંદ્રા ખાતે આવેલ કાંડાગરામાંથી 65 હજારનો દારૂ પોલીસે ઝડપી પાડ્યો
copy image

મુંદરા ખાતે આવેલ મોટા કાંડાગરામાંથી 65,550નો અંગ્રેજી દારૂનો જથ્થો મળી આવેલ છે. આ અંગે મળેલ માહિતી અનુસાર સ્થાનિક પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હતી તે દરમીયાન તેમને ખાનગી રાહે બાતમી મળેલ હતી કે, કાંડાગરા ગામના હરદીપસિંહ લધુભા ખોડ, યુવરાજસિંહ જલુભા જાડેજા તેમજ મહિપાલસિંહ કેણુભા જાડેજા ભારતીય બનાવટના અંગ્રેજી પ્રકારના દારૂનો જથ્થો બહારથી મંગાવેલ છે, તેમજ મંગાવેલ દારૂનો જથ્થો ગામમાં હરદીપસિંહના કબ્જાનાં વાડામાં મકાન પાછળના વિસ્તારમાં વેચાણ અર્થે રાખવામા આવેલ છે. મળેલ બાતમીના આધારે પોલીસે હકીકત વાળી જગ્યાએ દરોડો પાડી અલગ-અલગ બ્રાન્ડની કુલ 171 બોટલ કિં. રૂા. 65,550નો જથ્થો ઝડપી પાડ્યો હતો, જ્યારે આરોપીઓ હાજર મળ્યા ન હતા. પોલીસે તમામ મુદ્દામાલ જપ્ત કરી આરોપીઓને ઝડપી પાડવા આગળની વધુ તપાસ હાથ ધરી છે.