લખપતમાં 30 વર્ષીય પરિણીતાએ  ઝેરી દવા ગટગટાવી

Pesticide-poisoning-suicide

copy image

લખપત ખાતે આવેલ માતાના મઢમાં 30 વર્ષીય પરીણીતાએ કોઈ અગમ્ય કારણે ઝેરી દવા પી લઈ મોતને ભેટો કર્યો હતો. આ અંગે મળેલ માહિતી અનુસાર લખપત ખાતે આવેલ માતાના મઢમાં હંસાબેન ખીમજીભાઈ મહેશ્વરી નામની પરિણીતાએ કોઈ અગમ્ય કારણે ઝેરી દવા પી લઈ પોતાનું જીવન ટૂંકાવ્યું હતું. મળેલ માહિતી મુજબ તેઓ માવિત્રના ઘરે હતા તે દરમીયાન કોઈ અગમ્ય કારણોસાર ઝેરી દવા પી લીધી હતી. બનાવની જાણ થતાં જ સારવાર માટે ભુજની જી.કે. જનરલ હોસ્પિટલ ખાતે ખસેડાઈ હતી, જ્યાં સારવાર  દરમીયાન તેમનું મોત થયું હતું.