ગાંધીધામમાં ધાણીપાસાનો જુગાર રમતા 4 ઇસમો પકડાયા

ગાંધીધામ બી ડિવિઝનને મળેલી બાતમીના આધારે જીઆઈડીસી રામદેવપીર મંદિર સામે દરોડો પાડતા દેવેન્દ્રસિંહ સહેનસિંહ રાજપૂત, બાબુભાઇ હમીરભાઈ ગોહિલ, પરબતભાઈ અણંદાભાઈ મુછળીયા અને દિનેશભાઈ લક્ષ્મણભાઈ પરમાર વાળાઓ જાહેરમાં લાઇટના અજવાળે ધાણીપાસા વડે પૈસાની હારજીતનો જુગાર રમતા રોકડ રૂ.1,630 સાથે પકડી પાડ્યા હતા. પોલીસે ચારેય ઇસમો વિરૂધ્ધ જુગારધારા હેઠળ ગુનો દાખલ કરી આગળની તપાસ હાથ ધરી છે.