પડાણાની દુકાનમાંથી રૂ.38,000નો શરાબ પકડાયો, શખ્સ ફરાર
ગાંધીધામ પડાણા પાસે આવેલા લક્ષ્ય કોમ્પલેક્ષમાં પોલીસે રેડ પાડીને દુકાનમાંથી રૂ.38,000નો શરાબનો જથ્થો પકડી પાડ્યો હતો, પરંતુ પોલીસ શખ્સનું નામ પણ જાણી શકી ન હતી. પોલીસ સૂત્રોમાંથી મળતી વિગતો પ્રમાણે ભુજ આરઆરસેલના સ્ટાફ પેટ્રોલીંગમાં હતા. તેવામાં ગાંધીધામ-ભચાઉ હાઇવે પર પડાણા ગામ નજીક બાતમીના આધારે રેડ પાડવામાં આવી હતી, ત્યારબાદ લક્ષ્ય કોમ્પલેક્ષમાં આવેલ દુકાન નંબર 35માં કાર્યવાહી કરતાંઅજાણ્યો શખ્સ આરઆરસેલના સ્ટાફને ચકમો આપી ફરાર થઈ ગયો હતો. જેથી દુકાનમાં ઉંડાણ પૂર્વક ચકાસણી કરતાં તેમાંથી ઇંગ્લીશ શરાબની પાર્ટી સ્પેશ્યલ વ્હીસ્કીની 108 બોટલ (રૂ.37,800) મળી આવી હતી. જેના પરિણામે શરાબનો જથ્થો હસ્તગત કરી લેવામાં આવ્યો હતો. જે બાબતે ગાંધીધામ બી ડિવિઝન પોલીસે નાસી ગયા શખ્સ સામે ગુનો દાખલ કરી કાયદેસરની તપાસ હાથ ધરી હતી.