ઝઘડીયા : સારસામાં આઇઓસીએલ કંપનીના પંપની તસ્કરીનો ભેદ ઉકેલાયો

ઝઘડીયા : સારસામાં રાત્રના અરસામાં આઇઓસીએલ કંપનીની પાઈપલાઈન નાખવાનું સારસા ગામની સીમમાં કામગીરી દરમ્યાન પાઈપનું દબાણ ચેક કરવાનું હાઇડ્રોલિક પ્રેસર પંપ નંગ ૧ અને વોટર ફીલીંગ પંપ નંગ ૧ ની તસ્કરો દ્વારા લઈ ગયા હતા. જે અંગેની ફરીયાદ રાજપારડી પોલીસ સ્ટેશને નોંધતા રાજપારડી પોલીસ દ્વારા શખ્સોઓને ઝડપી પાડવાની તપાસ હાથ ધરવામાં આવી હતી.પ્રાપ્ત થતી વિગતો મુજબ રાજપારડી પોલીસ સ્ટેશને તા ૧૬/૧ના આઇઓસીએલ કંપનીમાં પાઈપલાઈન નાખવાની કામગીરી કરતાં મયુરભાઈ હસમુખભાઈ બાંભળીયા(રહે.ચંદ્રકાંત એપાર્ટમેન્ટ.રાજપારડી)ગત તારીખ ૧૬/1ના આઇઓસીએલ કંપનીની પાઈપલાઈન નાખવાની સારસા ગામની સીમમાં પાઈપનું દબાણા ચેક કરવાનું હાઇડ્રોલિક પ્રેસર પંપ તેમજ વોટર ફીલીંગ પંપ જેવી મશીનરીથી કામગીરી ચાલતી હતી. દરમ્યાન રાત્રીના અરસામાં મશીનરી સારસા ગામની સીમમાં હોય તે અરસામાં ઇસમોએ મશીનરી ચોરી કરી ગયા હતા. આ અંગેની ફરીયાદ રાજપારડી પોલીસ સ્ટેશને લખાવાઈ હતી. જેમાં રાજપારડી પોલીસ દ્વારા શોધખોળ કરતાં મુદ્દામાલ સહીત બે શખ્સોની અટક કરવામાં આવી હતી.રાજપારડી પોલીસે પાઈપનું દબાણ ચેક કરવાનુ હાઈડ્રોલીક પ્રેસર પંપ નંગ ૧ તેની કિંમત રૂ.૧,૦૦,૦૦૦ તથા વોટર ફીલીંગ પંપ નંગ.૧ ની કિંમત રૂપિયા ૧૫૦૦૦ એમ બન્ને મશીનરી મળીને કુલ કિંમત ૧,૧૫,૦૦૦ સહીતનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. સાથે પોલીસે આ ગુનાના શખ્સ કમલેશભાઈ ઉર્ફે જીગો કિરણભાઇ વસાવા રહે. રાજપારડી, વૈશાલી નગર સોસાયટી અને અમીતભાઈ સુરેશભાઈ વસાવા રહે. કાલીયાપુરા. રાજપારડીનાઓને પકડી તેમની ધરપકડ કરી તેમના વિરૂધ કાયદેસરની તપાસ હાથ ધરી હતી.ઉલ્લેખનીય છે કે ચોરીના આ ગુનામાં સંડોવાયેલા કુલ ચાર શખ્સ પૈકી બેને પકડી પાડવામાં રાજપારડી પોલીસને સફળતા મળી છે. જ્યારે રણછોડભાઈ ભીખાભાઇ વસાવા (રહે.ખોડાઆબાં) અને દિલીપભાઈ બાબુભાઈ વસાવા (રહે. કાલીયાપુરા)ને ઝડપી પાડવા રાજપારડી પોલીસ દ્વારા ચકો ગતીમાન કર્યા છે.

 

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *