ભરવાડવાસમાં આવેલ એક ઓરડીમાંથી કુલ કિ. 1.04 લાખનો વિદેશી દારૂ ઝડપી પાડતી ગાંધીધામ એ ડિવિઝન પોલીસ

daru2

copy image

ગાંધીધામ એ ડિવિઝન પોલીસ પેટોલિંગમાં હતી તે દરમીયાન તેમને ખાનગી રાહે બાતમી મળેલ હતી કે, નવી સુંદરપૂરીવાળોં રાહુલ અંબાવીભાઈ સથવારા તેમજ સંદીપ ઉર્ફે ચાંદ આ શખ્સોએ ભરવાડવાસમાં આવેલ પોતાના કબ્જાની ઓરડીમાં ગેરકાયદેસર રીતે વિદેશી દારૂ રાખી તેનું વેચાણ કરી કરે છે. પોલીસે મળેલ બાતમીના આધારે હકીકત વાળી જગ્યાએ દરોડો પાડી અલગ અલગ પ્રકારની વિદેશી દારૂની 252 બોટલો જેની કુલ કિ. 1,04,010નો વિદેશી દારૂ કબ્જે કર્યો હતો. હાથ ધરવામાં આવેલ કાર્યવાહીમાં રાહુલ અને સંદીપ હાજર મળી આવેલ ન હતા. પોલીસે તમામ મુદ્દામાલ કબ્જે કરી. આરોપીઓને ઝડપી પાડવા આગળની વધુ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.