ગાંધીધામમાં 1.39 લાખની ઓનલાઈન છેતરપીંડી થતાં પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ

copy image

ગાંધીધામમાં લાઇટ બિલ ભરવાના નામે અલગ અલગ ટ્રાન્ઝેક્શન દ્વારા 1.39 લાખની ઓનલાઇન ઠગાઈ થતાં પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ છે. આ અંગે મળેલ માહિતી અનુસાર ગાંધીધામમાં આવેલ ઈફકો કોલોની સામે આવેલી BPCL કોલોનીમાં રહેતા રાજીવ ગુપ્તાને ગત તા. 28 ઑગસ્ટે અજાણ્યા નંબર પરથી મેસેજ આવેલ હતો કે તમારી વીજ બીલ વેબસાઈટ ૫૨ દેખાતું નથી. અહીં આપેલા નંબર પર કોલ કરો નહિંતર તમારું કનેક્શન કટ થઈ જશે ફરિયાદીએ મેસેજ વાંચ્યા બાદ મેસેજમાં આપેલા મોબાઈલ નંબર પર કોલ કરેલ હતો. કોલ કરતાં સામે વાળા શખ્સે તેમને ક્વિક હેલ્પ નામની એક એપ ડાઉનલોડ કરવા જણાવ્યુ હતું. ફરિયાદીએ એપ ડાઉનલોડ કરી તેમાં પોતાના બેન્ક ખાતા અને ડેબિટ કાર્ડના નંબર સહિતની વિગતો ભરી દસ રૂપિયાનું ટ્રાન્ઝેક્શન કરે;લ હતું. જોકે, દસ રૂપિયા કપાવાના બદલે તેમના ખાતામાંથી છ ટ્રાન્ઝેક્શન મારફતે 1.39 લાખ રૂપિયા બારોબાર ઉપડી જતાં પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવેલ છે. પોલીસે ફરિયાદ દાખલ કરી આગળની વધુ તપાસ હાથ ધરી છે.