અંજાર ખાતે આવેલ નાની ખેડોઇમાંથી બાઇકની તસ્કરી કરનાર બે શખ્સ ઝડપાયા

copy image

અંજાર ખાતે આવેલ નાની ખેડોઈમાંથી બાઈકની તસ્કરી કરનાર બે શખ્સોને પોલીસે ઝડપી પાડ્યા છે. આ મામલે મળેલ માહિતી અનુસાર અંજાર પોલીસ મથકની ટીમ પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન તેમને ખાનાગી રાહે બાતમી મળેલ હતી કે, ખેડોઈમાંથી ચોરી થયેલ બાઇક લઇ બે શખ્સો ખેડોઇ થી આશાબા વે બ્રીજ તરફ જઈ રહ્યા છે. મળેલ બાતમીના પોલીસે કાર્યવાહી હાથ ધરી હતી અને નાની ખેડોઇમાંથી બાઇક ચોરી કરનાર બે શખ્સોને બાઇક સાથે ઝડપી પાડ્યા હતા. પોલીસે ઝડપાયેલ ઈશમો પાસેથી બાઈક કબ્જે કરી આગળની વધુ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.