ભુજના બંધ મકાનના તાળાં તોડી 90 હજારની તસ્કરી થતાં ચકચાર

copy image

ભુજ શહેરમાં આવેલ હોસ્પિટલ રોડ પર એક સોસાયટીમાં બંધ ઘરના તાળાં તોડી દાગીના તેમજ રોકડ એમ કુલ 90 હજારની ચોરી થતાં ચકચાર વ્યાપી છે. આ બનાવ અંગે મળેલ માહિતી અનુસાર ભુજ ખાતે આવેલ હોસ્પિટલ રોડ પરની નાગરિક સોસાયટીમાં આવેલા બંધ મકાનમાંથી ચાંદીના દાગીના તથા રોકડ સહિતની તસ્કરી થઈ હોવાનો બનાવ સામે આવ્યો છે. આ મામલે વધુ મળતી માહિતી મુજબ છેલ્લા દોઢેક માસથી બંધ મકાનમાંથી ગત બુધવારે તસ્કરો ઘુસ્યા હતા અને મંદિરમાંથી ચાંદીના દાગીના તથા ઘરમાં પડેલી અંદાજિત વીસેક હજારની રોકડ એમ કુલ 90 હજારના મુદ્દામાલની તસ્કરી કારી ગયા હોવાનું જાણવા મળ્યું હતું.