ભચાઉ ખાતે આવેલ રામપર અને હલરા વચ્ચે પગપાળા જતાં 57 વર્ષીય આધેડને બાઇક ચાલકે અડફેટે લેતા મોત

copy image

ભચાઉ ખાતે આવેલ રામપર અને હલરા વચ્ચે 57 વર્ષીય આધેડને બાઇક ચાલકે અડફેટે લેતા તેમનું મોત નીપજયું. આ બનાવ અંગે મળેલ માહિતી અનુસાર ભચાઉ ખાતે આવેલ રામપર અને હલરા વચ્ચે પગપાળા જતાં હરધોર પુંજાભાઇ સંઘારને બાઇકે હડફેટે લેતા સારવાર દરમ્યાન તેમનું મોત નીપજયું હતું. આ 57 વર્ષીય આધેડ ગત તા. 18-9ના સવારના અરસામાં પોતાના ઘરેથી રામપર-હલરા માર્ગ પર આવેલા જખ ડાડાના મંદિરે દર્શન કરવા જઇ રહ્યા હતા. દરમ્યાન પાછળથી આવતી બાઇકે તેમને હડફેટમાં લેતાં તેમને માથામાં ગંભીર ઇજાઓ પહોંચી હતી. ઇજાગ્રસ્ત આધેડને પ્રથમ સામખિયાળી ત્યાર બાદ વધુ સારવાર માટે ગાંધીધામની ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડાયા હતા. તેમજ ત્યાંથી ભચાઉ લઇ જવામાં આવેલ હતા. જ્યાં સારવાર દરમ્યાન તેમનું મોત નીપજ્યુ હતું. પોલીસે બાઇક ચાલક વિરુદ્ધ ફરિયાદ દાખલ કરી આગળની વધુ તપાસ હાથ ધરી છે.