ભુજમાથી સગીર વયના બાળકનું અપહરણ થતાં પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ

ભુજમાથી સગીર વયના બાળકનું અપહરણ થતાં પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ છે. આ અંગે મળેલ માહિતી અનુસાર  મૂળ નેપાળના અને  ભુજમાં આવેલ સિમંધર સિટીમાં આવેલા માનસી બંગલોમાં ચોકીદાર તરીકે ફરજ બજાવતા હરકબહાદુરના પુત્રનું અપહરણ થતાં પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ છે. નોંધાવેલ ફરિયાદ અનુસાર ફરિયાદી  છેલ્લા દશ વર્ષથી અહીં ચોકીદાર તરીકે કામ કરી રહ્યા છે તેમજ પોતાના પરિવાર સાથે રહે છે. ગત મંગળવારે તે પોતાના ઘરે આવ્યા તે સમયે તેમનો પુત્ર હાજર ન મળતાં આસપાસના વિસ્તારમાં તપાસ કરેલ હોવા છતાં પણ તેમના પુત્રની કોઈ ખબર ન મળતા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. પોલીસે આ મામલે ફરિયાદ દાખલ કરી અગળની વધુ તપાસ હાથ ધરી છે.