ગાંધીધામ ખાતે આવેલ કિડાણાની સોસાયટીમાં ચાર શખ્સ દ્વારા પાંચ લોકો પર કુહાડી અને ધોકા વડે હુમલો કરાતા પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ


ગાંધીધામમાં ચાર ઈશમો દ્વારા પાંચ શખ્સો પર હુમલો કરાતા પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ છે. આ મામલે મળેલ માહિતી અનુસાર ગાંધીધામ ખાતે આવેલ કિડાણાના હરિઓમ નગર વિસ્તારમાં ચાર શખ્સો દ્વારા પાંચ લોકો પર ધોકા અને કુહાડી વડે હુમલો કરતાં તેઓને ગંભીર ઇજાઓ પહોચી હતી. આ મારામારીનો બનાવ ગત તા. 27-9ના રાતના અરસામાં બન્યો હતો. આ બનાવ અંગે નોંધાવેલ ફરિયાદ અનુસાર પ્રફુલ્લ યોગેશ શીરસાઇ નામનો યુવાન બાઇક લઇને સોસાયટીમાં આવી રહ્યો હતો તે દરમીયાન વિકાસ નામનો શખ્સ રસ્તામાં ખુરશી નાખીને બેઠો હતો. તેમજ બીજી તરફ ગાય અને ઘોડો બાંધેલા હતા. વાહનના અવાજથી ગાય ઊભી થઇ જતાં વિકાસ, જયરામ ઠાકુર, રીંકુ જયરામ ઠાકુર અને વિક્રમ આ ચાર શખ્સોએ ઝગડો કરી પ્રફુલ્લ નામના યુવાન પર હુમલો કર્યો હતો. યુવાનને માર મારતાં તેના પિતા યોગેશ, ફરિયાદી ગુલાબ મંગા શીરસાઇ, આશાબેન અને ભૂષણ છોડાવવા વચ્ચે પડતાં આરોપીઓએ ધોકા અને કુહાડી વડે હુમલો કર્યો હતો. આ બનાવ અંગે પોલીસે ફરિયાદ દાખલ કરી આગળની વધુ તપાસ હાથ ધરી છે.