જુના ડીસા નજીક ટ્રેક્ટરની ટ્રોલીમાંથી રૂ.6 લાખનો વિદેશી દારૂ પકડાયો

પાલનપુર એલસીબીએ રાજસ્થાનથી બનાસકાંઠામાં આવતો વિદેશી દારૂ હેરાફેરી પર લાલ આંખ કરી છે. જુના ડીસા નજીક એક ટ્રેક્ટરની ટ્રોલીમાંથી વિદેશી દારૂ રૂ.6 લાખનો 6000 દારૂની બોટલો સાથે ઝડપી પાડી બે ઈસમોની ધરપકડ કરી હતી. જુના ડીસાથી સમૌ તરફના રસ્તા તરફ નાકાબંધી કરી કાર્યવાહી કરતાં રાજસ્થાનથી જુના ડીસા થઈ સમૌ તરફ નંબર વગરનું એક ટ્રેકટર તથા ટ્રોલી ઈંટો ભરીને આવી રહ્યું હતું. જેની કાર્યવાહી કરતાં ટ્રેકટરનો ચાલક અને બીજો એક શખ્સ નાસવાની કોશિષ કરતાં તેમને પકડી પાડી ટ્રેકટરમાં તલાશી કરતાં ઈંટો નીચે વિદેશી દારૂની 125 પેટી જેમાં કુલ બોટલ નંગ-6000 કિંમત રૂ.6 લાખ મળી આવી હતી. જેની સાથે રત્નારામ દેવાજી દેસાઇ રહે.સેવાડા, તા.રાણીવાડા, જિલ્લો જાલોર રાજસ્થાન તેમજ બીજો શખ્સ પૂનમસીંગ ફુલાજી જાદવ રહે, રાનેર,તા, કાંકરેજવાળાને પકડી પાડ્યા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *